એટલાન્ટા, યુએસએ, જતીન પટેલ – દ્વારા

વિશ્વભરમાં ઓળખ મેળવનાર ફૂટબોલ ભારતમાં અલગ જ પ્રકારના પડકારોનો સામનો કરે છે. ભારતમાં ક્રિકેટને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયા અપાર છે અને તેની વચ્ચે ફૂટબોલ વર્સિસ ક્રિકેટ વચ્ચેની હરીફાઈ ગ્લોબલ લેવલ પર એક મહત્ત્વનું પાસું બન્યું છે.  

થોડા દિવસો પહેલા જ ફૂટબોલના લિજેન્ડરી પ્લેયર લિયોનેલ મેસ્સી ભારતની મુલાકાતે આવ્યા હતા. આ આખી ઇવેન્ટ પાછળ 150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અલબત્ત, આ મુલાકાતનો ઉદ્દેશ ફૂટબોલને પ્રોત્સાહન આપવાનો તથા તેનું માર્કેટિંગ કરવાનો હતો. આ ઉપરાંત સ્પોન્સર્સ તથા ઇન્વેસ્ટર્સ ફૂટબોલ તરફ આકર્ષાય તે પણ હતો.  

આટઆટલા પ્રયાસો કર્યા હોવા છતાં દેશની અગ્રણી ફૂટબોલ લીગમાંથી એક ઇન્ડિયન સુપર લીગ (ISL)ને પૂરતું પબ્લિક ફંડ મળતું નથી. ભારતીય રમતગમત મંત્રાલયે ISLને સરકારી સહાય આપવાની ચોખ્ખી ના પાડી છે. અલબત્ત, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) તથા ISL ક્લબ નાણાકીય સહાયતા માગે છે. આ ઇનકારને કારણે ફરી એકવાર ભારતમાં ફૂટબોલની રમત કેટલી ચાલશે તે પુર્નવિચાર કરવા પર મજબૂર કરે છે. ખાનગી સ્પોન્સરશિપ, વેપારી, ભાગીદારી, ચાહકો, પ્રાથમિક વિકાસ તથા આવક જેવા વિવિધ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે.  

ફૂટબોલની રમતને ભારતમાં લોકપ્રિય કરવી હોય તો સબસિડીને બદલે તેમાં કંઈક નવીનતા લાવવાની જરૂર છે. ભારતમાં ફૂટબોલ સામે સૌથી મોટો પડકાર એ છે કે ખેલાડીઓની આવક સ્થિર નથી અને તેઓ કોન્ટ્રાક્ટ બેઝ કમાણી પણ થતી નથી. આ ઉપરાંત નેશનલ ટીમને ઇન્ટરેશનલ લેવલ સુધી પહોંચડવા માટે પણ નેશનલ પ્રોગ્રામની ઊણપ છે.  

આમ જોવા જઈએ તો, જે રીતે અમેરિકામાં ક્રિકેટની સ્થિતિ છે, તેવી જ સ્થિતિ ભારતમાં ફૂટબોલની છે. અમેરિકામાં ધીમે ધીમે ક્રિકેટ પોતાનો રસ્તો કરી રહ્યું છે. ભારતમાં નેશનલ ફૂટબોલની લીગને કારણે રમતમાં ફેરફાર આવી શકે તેવી શક્યતા પણ છે. એ જ કારણે ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ ને ભાગીદારી વધી શકે છે.

દુનિયાનો બીજો સૌથી વધુ વસતી ધરાવતા એવા ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. અમેરિકામાં ફિફા 2026નો વર્લ્ડકપ યોજાશે. આ ટૂર્નામેન્ટમાં 48 ટીમ વચ્ચે ટાઇટલ માટે ટક્કર થશે. ફિફા વર્લ્ડકપ અંગે ભારતમાં પણ ખાસ્સી ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિફા વર્લ્ડકપની 150 મિલિયન ટિકિટની ડિમાન્ડ હોય છે. 10 લાખથી વધુ સ્વયંસેવકોએ ફિફા વર્લ્ડે સપોર્ટ તથા આયોજનમાં ભાગ લેવા માટે અરજી કરી છે. આટલી મોટી સંખ્યામાં ફિફા વર્લ્ડકપની ડિમાન્ડ હોવાની વાત જ એ સાક્ષી પૂરે છે કે દુનિયાભરમાં આ રમતનું મહત્ત્વ ને ઉત્સાહ અલગ જ લેવલ પર છે.

મારું અનુમાન છે કે ડેમોગ્રાફિક તથા જિયોગ્રાફિકલ મર્યાદાને કારણે આગામી 20 વર્ષમાં ભારતમાં ફૂટબોલ ખાસ્સું લોકપ્રિય થશે. અમેરિકામાં દરિયાકાંઠાના એરિયામાં ક્રિકેટ લોકપ્રિય બન્યું છે. ભારતમાં ફૂટબોલ ઝડપથી લોકપ્રિય બને તે પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે, જેમ કે સગવડ, સાધનોનો ઓછો ખર્ચ તથા ક્રિકેટમાં કોન્ટેક્ટ ટાઇમ ઉપરાંત ક્રિકેટની તુલનાએ ફૂટબોલમાં ખેલાડીઓ વધુ સક્રિય રહી શકે છે.  

સો.મીડિયામાં સતત એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે લિયોનેલ મેસ્સીની મુલાકાત પાછળ કરાયેલો ખર્ચો ભારતમાં ફૂટબોલ માટે વિશાળ ચાહક વર્ગ ઊભો કરી શકશે ખરા? આ સવાલનો જવાબ એ રીતે આપી શકાય છે કે ફૂટબોલમાં લોક ભાગીદારી વધે, માળખાગત સુવિધા પર ભાર મૂકવામાં આવે તો ભારતમાં લાંબાગાળે ફૂટબોલ લોકપ્રિય થઈ શકે છે.